Gowaal Logo
ગોવાળ
Play Store
રોજની ડિલિવરી માટે ડિજિટલ ચોપડો

ચોપડો ભીનો થાય, હિસાબ નહીં.

દૂધ અને પાણીના કેન — રોજની દરેક ડિલિવરી એક ટેપમાં નોંધો. ગ્રાહકને તરત ખબર પડે, એટલે મહિનાના અંતે ઝઘડો નહીં.

Android એપ · ગુજરાતી, हिन्दी, English · ઇન્ટરનેટ વગર પણ ચાલે

આજનો રૂટ
સવારસાંજ
ડિલિવર: 42 / 120 ઘર
01 · રમેશભાઈ પટેલ
✓ 1.5 L · 6:15 AM
02 · પૂજા શાહ
રજા છે
03 · મુકેશભાઈ
2 Lડિલિવર

દરેક ડિલિવરી ધંધાની ચાર તકલીફો

1

ચોપડો ખોવાય કે ભીનો થાય

આખા મહિનાનો હિસાબ એક નોટબુકમાં. ખોવાય તો બધું ગયું.

2

મહિનાની 1 તારીખે ઝઘડો

કેટલા દિવસ રજા, કેટલો માલ — બંને પાસે અલગ યાદ, અલગ હિસાબ.

3

ખાલી ફેરા, બગડેલો માલ

ગ્રાહક બહારગામ ગયા હોય અને કહ્યું ન હોય — માલ દરવાજે, પેટ્રોલ વ્યર્થ.

4

બધા ઘરનો ક્રમ યાદ રાખવો

સવારનો રૂટ અલગ, સાંજનો અલગ — બધું માથામાં.

ત્રણ સ્ટેપમાં શરૂ

1

QR બતાવો

તમારો પોતાનો QR કોડ — પોસ્ટર, સ્ટીકર કે WhatsApp પર શેર કરો.

2

ગ્રાહક સ્કેન કરે, તમે મંજૂર કરો

ગ્રાહક માત્રા અને શિફ્ટ પસંદ કરી રિક્વેસ્ટ મોકલે. ફોન કરીને ખાતરી કરો, પછી મંજૂર કરો — ત્યારે જ રૂટમાં ઉમેરાય.

3

બધાને એક ટેપમાં ડિલિવર

પહેલાં બધા ઘર ડિલિવર ગણો, પછી ફક્ત જેમાં ફેરફાર હોય તે સુધારો. દરેક અપડેટ ગ્રાહકને જાય.

જાતે અજમાવી જુઓ

“બધા ડિલિવર કરો” દબાવો, પછી ફક્ત જેમાં ફેરફાર હોય તે સુધારો. ગ્રાહકનું કેલેન્ડર તરત બદલાશે.

નમૂનાનો ડેટા. અસલી એપ ઇન્ટરનેટ વગર પણ ચાલે છે અને પછી સિંક થાય છે.

ડિલિવર: 0 / 3 ઘર · 1 રજા
01 · રમેશભાઈ પટેલ
12, શ્રીજી સોસાયટી
1.5 L
02 · પૂજા શાહ
7, ગાયત્રી નગર
રજા છે · ડિલિવર બંધ
03 · મુકેશભાઈ
31, નવકાર ફ્લેટ
2 L
આજ અને ગઈકાલ સુધી જ સુધારી શકાય. દરેક ફેરફાર ગ્રાહકને જાય.

એક એપ, ચાર સેવા

તમારી સેવા પસંદ કરો — પેજ તમારા ધંધા પ્રમાણે બદલાશે.

વેન્ડર માટે

  • એક ટેપમાં બધા ગ્રાહક ડિલિવર, પછી ફક્ત જેમાં ફેરફાર હોય તે સુધારો
  • આજ અને ગઈકાલનો દિવસ સુધારી શકાય — ડિલિવર નથી થયું કે જથ્થો બદલાયો
  • દરેક શિફ્ટનો રૂટ ક્રમ અલગ, ખેંચીને ગોઠવો
  • ઇન્ટરનેટ ન હોય તો પણ નોંધ સેવ, નેટ આવતાં સિંક
  • સ્માર્ટફોન વગરના ગ્રાહકને પણ ઉમેરો, તેમનો હિસાબ તમે રાખો
  • મહિનાનું બિલ PDF તરીકે WhatsApp પર, UPI QR સાથે

ગ્રાહક (પરિવાર) માટે

  • ડિલિવર થતાં જ નોટિફિકેશન, અને કોઈ ફેરફાર થાય તો પણ
  • આખા મહિનાનું કેલેન્ડર, સમય સાથે
  • ચાલુ મહિનાનું લાઇવ બિલ, UPI થી ચુકવણી
  • રજા 1 ટેપમાં — વેન્ડરનું ડિલિવર બટન બંધ
  • ખોટું લાગે તો વાંધો નોંધાવો

બંને પક્ષનો ભરોસો

સુધારો ખુલ્લો, દરેક ફેરફારની જાણ.

આજ અને ગઈકાલ સુધી સુધારો

ભૂલ થઈ? વેન્ડર આ બે દિવસના રેકોર્ડ સુધારી શકે — ડિલિવર નથી થયું કે જથ્થો બદલાયો.

દરેક ફેરફારની જાણ

દરેક અપડેટ ગ્રાહકને નોટિફિકેશનમાં જાય.

ફેરફાર ફક્ત વેન્ડર કરે

ગ્રાહક રેકોર્ડ બદલી ન શકે, અને બે દિવસ પછી રેકોર્ડ લૉક થાય છે.

ગ્રાહક: વાંધો અને રજા

ખોટું લાગે તો વાંધો નોંધાવો. બહારગામ જવું હોય તો રજા મૂકો.

તમારા વેન્ડર હજી એપ ન વાપરતા હોય?

ગ્રાહક પોતાનું દૂધ કે પાણી જાતે નોંધી શકે. આ નોંધ “જાતે નોંધેલી” તરીકે અલગ દેખાય છે. પછી વેન્ડરનો QR સ્કેન કરીને જોડાઈ શકાય.

ભાવ, સીધી ભાષામાં

પારદર્શક, સરળ અને કોઈ છુપા ચાર્જ વગર.

₹0
ગ્રાહક (પરિવાર) માટે — ગ્રાહક: ₹0

ગ્રાહકની એપ ક્યારેય ચૂકવવાની નથી.

કાયમી સુવિધા

મફત

૧૫ ગ્રાહક સુધી

નાના વેન્ડર્સ અને શરૂઆત માટે

₹0
કાયમ માટે ફ્રી
  • ૧૫ ગ્રાહક સુધી કાયમી મફત
  • ઓફલાઇન એન્ટ્રી અને ઓટો-સિંક
  • દૈનિક ડિલિવરી ટ્રેકિંગ
મફત શરૂ કરો

કોઈ પેમેન્ટ વિગત જરૂરી નથી

સૌથી લોકપ્રિય

પ્રો વ્યાપાર

૧૫૦ ગ્રાહક સુધી

વધતા વેન્ડર્સ અને નિયમિત રૂટ માટે

₹79/મહિનો
  • ૧૫૦ ગ્રાહક સુધી સંપૂર્ણ સપોર્ટ
  • WhatsApp PDF બિલ અને UPI QR
  • રૂટ ક્રમ અને કસ્ટમ શિફ્ટ
  • પ્રથમ ૩ મહિના સંપૂર્ણ ફ્રી ટ્રાયલ (કાર્ડ વગર)
૩ મહિના ફ્રી ટ્રાયલ

કાર્ડ કે ઑટો-પે વગર · સીધું વાપરવાનું શરૂ કરો

અનલિમિટેડ

અમર્યાદિત ગ્રાહકો

મોટા વેપાર અને મોટા રૂટ માટે

₹149/મહિનો
  • ગમે તેટલા ગ્રાહક ઉમેરો
  • બધી જ સુવિધાઓ અમર્યાદિત
  • પ્રાયોરિટી ફોન અને WhatsApp સપોર્ટ
  • પ્રથમ ૩ મહિના સંપૂર્ણ ફ્રી ટ્રાયલ (કાર્ડ વગર)
૩ મહિના ફ્રી ટ્રાયલ

કાર્ડ કે ઑટો-પે વગર · સીધું વાપરવાનું શરૂ કરો

UPI ચુકવણી પર કોઈ ફી નહીં.પ્રથમ ૩ મહિના સંપૂર્ણ સુવિધાઓ મફતકોઈ ક્રેડિટ કાર્ડ કે ઑટો-પે જરૂરી નથી · સીધું વાપરવાનું શરૂ કરો
ભાવ મોંઘો લાગ્યો કે કોઈ મૂંઝવણ છે?
ભાવ વધારે લાગે છે? WhatsApp પર જણાવો →
₹૭૯ કેમ? (અમારા ભાવ પાછળનું કારણ)+

દરરોજ એક કપ ચા કરતાં પણ ઓછો ખર્ચ (માત્ર ₹૨.૬૩/દિવસ). બદલામાં — મહિનાની ૧ તારીખે ગ્રાહક સાથે હિસાબનો કોઈ ઝઘડો નહીં, ચોપડો પલળવાનો કે ખોવાવાનો ડર નહીં, અને ખાલી ફેરાના પેટ્રોલનો બગાડ નહીં. ફાઉન્ડિંગ વેન્ડર્સ માટે ૩ વર્ષ સુધી ભાવ લૉકની ગેરંટી!

જલ્દી આવશે

એક એપમાં બધા સપ્લાયર
દૂધ અને પાણી — એક ઘરનું એક ખાતું
બોલીને ડિલિવર
ગુજરાતી-હિન્દીમાં બોલો, નોંધ થઈ જાય
ચોપડાનો ફોટો
જૂના ચોપડાનો ફોટો પાડો, ગ્રાહકો આપોઆપ આવે
ભાવ ફેરફારની જાણ
નવો ભાવ અને તારીખ ગ્રાહકને અગાઉથી
મર્યાદિત જગ્યાઓ · ૩ વર્ષ ભાવ-લૉક ગેરંટી

ફાઉન્ડિંગ વેન્ડર બનો — સાથે મળીને બનાવીએ

શરૂઆતના વેન્ડર્સ સાથે મળીને અમે ગોવાળ બનાવી રહ્યા છીએ. ફાઉન્ડિંગ વેન્ડર માટે ખાસ: પ્રથમ ૬ મહિના તદ્દન મફત, ૩ વર્ષ સુધી ભાવ વધારા સામે ૧૦૦% પ્રાઈસ-લૉક ગેરંટી, અને ગોવાળ ટીમનો ડાયરેક્ટ સપોર્ટ.

✓પ્રથમ ૬ મહિના તદ્દન મફત
✓૩ વર્ષ ભાવ વધારા સામે લૉક
✓ટીમ સાથે સીધો સંપર્ક

સવાલ-જવાબ

ઇન્ટરનેટ ન હોય તો?+

સવારના રાઉન્ડમાં નેટ ન હોય તો પણ ડિલિવર નોંધાય છે. નેટ આવતાં આપોઆપ સિંક થાય છે.

ગ્રાહકે પણ એપ લેવી પડશે?+

વેન્ડર એકલો પણ ચલાવી શકે, સ્માર્ટફોન વગરના ગ્રાહક સાથે પણ. લાઇવ કેલેન્ડર, નોટિફિકેશન અને રજા માટે ગ્રાહકને એપ જોઈએ.

ભૂલ સુધારવી હોય તો?+

આજ અને ગઈકાલનો દિવસ વેન્ડર સુધારી શકે, અને ગ્રાહકને દરેક ફેરફારની જાણ જાય. બે દિવસ પછી રેકોર્ડ લૉક.

ગ્રાહકને ખોટું લાગે તો?+

ગ્રાહક રેકોર્ડ બદલી ન શકે, પણ વાંધો નોંધાવી શકે. વેન્ડર જોઈને ઉકેલે.

બીજી સેવાઓ ચાલે?+

દૂધ અને પાણીના કેન માટે ખાસ ગોઠવણ છે. છાપું જેવી રોજિંદી સેવાઓ પણ ચાલે.

કેટલો ખર્ચ થશે?+

ગ્રાહક માટે એપ તદ્દન મફત છે — ક્યારેય કોઈ ફી નથી. વેન્ડર ૧૫ ગ્રાહક સુધી મફત વાપરી શકે છે. તે પછી પ્રો વ્યાપાર (૧૫૦ ગ્રાહક સુધી) ₹૭૯/મહિને અને અનલિમિટેડ પ્લાન ₹૧૪૯/મહિને છે. વાર્ષિક પ્લાન પર ૨ મહિના તદ્દન મફત છે, અને ફાઉન્ડિંગ વેન્ડર્સ માટે ખાસ પ્રથમ ૬ મહિના મફત અને ૩ વર્ષ સુધી પ્રાઈસ-લૉક ગેરંટી છે.

બ્લોગમાંથી

દૂધ અને પાણી ડિલિવરી એપ: રોજનો હિસાબ ફોનમાં રાખવાની સરળ માર્ગદર્શિકા

કાગળના ચોપડાની તકલીફોથી લઈને રજા, મહિનાનું બિલ અને ગ્રાહકના ભરોસા સુધી — સરળ ભાષામાં.